ઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ

Chandelierનાના-મોટા દરેક ઘરની સીલિંગ પર જોવા મળતાં સુંદર ઝુમ્મર હવે મૉડર્ન હોમ-ડેકોર સાથે બદલાઈ ગયાં છે  કેક પર જે રીતે આઇસિંગ કર્યા બાદ એની સિકલ પલટાઈ જાય છે, સુંદર સ્ત્રીને હીરો પહેરાવ્યા બાદ તે વધુ સુંદર લાગે છે અને કોઈ વાનગીને ગાર્નિશ કર્યા બાદ એ વધુ સ્વાદિષ્ટ લાગવા લાગે છે એ જ રીતે લિવિંગ-રૂમમાં પણ નાનકડા આ ઝુમ્મર ખરેખર જ્વેલરીનું કામ કરે છે.

* શૅન્ડેલિયર (ઝુમ્મર)

શૅન્ડેલિયર શબ્દ ફ્રેન્ચ શબ્દ શૅન્ડેલ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મીણબત્તી, કારણ કે ઓરિજિનલ શૅન્ડેલિયરમાં ફક્ત લાકડાના ક્રૉસમાં મીણબત્તીઓ જ લગાવવામાં આવતી અને એને સીલિંગના ખૂણાઓમાં લટકાવવામાં આવતા. જો કે હવે ઝુમ્મરની આ સ્ટાઇલમાં ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ આવ્યો છે. આજે સામાન્ય કાચથી લઈને મોંઘેરા ક્રિસ્ટલ સુધીનાં મટીરિયલોનો વપરાશ ઝુમ્મરની બનાવટમાં થાય છે.

સદીઓ પહેલાં બી-વૅક્સમાંથી બનતી કૅન્ડલ્સ ખૂબ મોંઘી હોવાને લીધે ફક્ત અમીરોને જ એ પરવડતી, જ્યારે ગરીબો અને સામાન્ય લોકો તેલ અથવા પ્રાણીઓની ચરબીથી દીવાઓ પ્રગટાવતા. શૅન્ડેલિયરનો વપરાશ પહેલેથી જ ઘરમાં સ્ટેટસ સિમ્બોલ તરીકે કરવામાં આવ્યો છે. એની રિચનેસમાં વધારો કરવા માટે એમાં મોંઘા કાચ અને ક્રિસ્ટલ લગાવવામાં આવતા. ક્રિસ્ટલ આવ્યા બાદ મોટા ભાગનાં ઝુમ્મર એમાંથી જ બનવા લાગ્યાં. અત્યારે મૉડર્ન વર્ઝનમાં પણ આ જ ક્રિસ્ટલ્સનો ઉપયોગ વધુ થાય છે.

• રજવાડી લુકImperial_chandelier

ઘરને રૉયલ લુક આપવા માટે શૅન્ડેલિયર સૌથી આસાન ઉપાય છે. વિક્ટોરિયન સ્ટાઇલનાં મોટાં અને ઍન્ટિક ઝુમ્મર સાંજના સમયે ઘરમાં રોમૅન્ટિક વાતાવરણ ઊભું કરે છે. આ ઝુમ્મરોનો શેપ શંકુ આકારનો હોય છે. એમાં લેયરોમાં કાચના ટુકડાઓ લટકતા લગાવવામાં આવ્યા હોય છે તેમ જ એની મધ્યમાં અથવા ચારે બાજુએ લાઇટ માટે જગ્યા ફાળવવામાં આવી હોય છે. આ સિવાય કલર્ડ ક્રિસ્ટલ્સ પણ ટ્રેન્ડમાં છે. ક્લાસિક પારદર્શક કાચ સિવાય રુબી જેવા રેડ કાચની પણ ખૂબ ડિમાન્ડ છે.

• મિડલ લુકWhite-Chandelier

ટેક્નૉલૉજીમાં વધારો થયા બાદ શૅન્ડેલિયરમાં પણ એની અસર જોવા મળી રહી છે. આજકાલ LED લાઇટવાળાં ઝુમ્મરોની બોલબાલા છે. આ લાઇટના ઘણા ફાયદા છે. એ વીજળી ઓછી વાપરે છે. ઉપરાંત એમાં ડિઝાઇનના ઑપ્શન પણ વધુ છે. રિમોટ કન્ટ્રોલ વડે લાઇટનો કલર ચેન્જ કરી શકાય એવાં શૅન્ડેલિયર પણ હવે બજારમાં મળે છે. જોકે ક્લાસિક કાચ અને ક્રિસ્ટલમાંથી બનતા શૅન્ડેલિયર જેવો ચાર્મ આ ટેક્નૉલૉજીવાળા ઝુમ્મરમાં નથી.

• મૉડર્ન લુકmodern-chandlier

આજનાં શૅન્ડેલિયરો જરૂર કરતાં સ્ટાઇલ-સ્ટેટમેન્ટ તરીકે વધુ વપરાઈ રહ્યાં છે. એ શૅન્ડેલિયર્સ ઓલ્ડ-ફૅશન્ડ કે ઍન્ટિક થીમવાળા હોમ-ડેકોરમાં નથી શોભતા. આ મૉડર્ન ઝુમ્મરોની ડિઝાઇન અને કૉન્સેપ્ટ ખૂબ જુદાં છે. ફક્ત સેન્ટરમાં જ લાંબા લટકણ, શંકુ આકારને બદલે સમાંતર અંતરે લગાવ્યા હોય એવા ક્રિસ્ટલ તેમ જ એક જ ઝુમ્મરમાં જુદા-જુદા આકારના ક્રિસ્ટલ લગાવેલા હોય એવી પૅટર્ન આજકાલ વધુ ચાલી રહી છે. પહેલાંના ભરાવદાર ઝુમ્મરને બદલે હવે પાતળાં અને સ્લીક શૅન્ડેલિયર્સ વધુ ડિમાન્ડમાં છે. એ ઓછી જગ્યા રોકવાની સાથે સ્ટાઇલિશ લુક પણ આપે છે. ક્રિસ્ટલના બીડ્સની કડીઓ લગાવી હોય એવા ઝુમ્મરની ડિઝાઇન મૉડર્ન ઇન્ટીરિયર સાથે સૂટ થાય છે.

આ પોસ્ટને શેર કરો !