શૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા

0 0
Read Time:4 Minute, 2 Second

ઘર ગમે તેટલાં લેટેસ્ટ ફર્નિચર અને નવી નવી થીમથી સજાવેલું હોય, પરંતુ ઘરની અંદર કે બહાર પગરખાં આમ- તેમ પડ્યાં હશે તો ઘરની સજાવટની મજા મરી જશે. પગરખાંને આડાઅવળાં રાખવાને બદલે આધુનિક ફર્નિચર અને થીમ સાથે મેચ થતાં શૂ રેકમાં ગોઠવી દેશો તો એમાં તમારી સૂઝબૂઝનાં વખાણ તો થશે જ સાથે સાથે ઘરનાં પ્રવેશદ્વારે ગંદકી પણ નહીં લાગે. તો આવો જાણીએ વિવિધ પ્રકારના શૂ રેક વિશે.

1. બેન્ચ શૂ રેક

બેન્ચ જેવી ડિઝાઇનનું શૂ રેક સૌથી વધુ પસંદગી પામે છે. તે મેટલ અથવા તો લાકડાની બનાવટનું હોય છે. જે આગળથી ખુલ્લું હોય છે અને પાછળથી પગરખાં પડી ન જાય તે માટે લાકડા કે મેટલની શીટથી બંધ કરવામાં આવેલું હોય છે જેમાં બે થી માંડીને પાંચ રેક હોય છે.

2. ડિઝાઇનર રાઉન્ડ શૂ રેક

આ શૂ રેક એકદમ ટ્રાન્સપરન્ટ અને ડિઝાઇનર હોય છે. જેમાં ગોળ ફરતાં અલગ અલગ ખાનાં હોય છે. જેમાં તમે એકસાથે અથવા તો દરેક ખાનામાં તમારા એક એક પગરખા મૂકી શકો છો. આ શૂ રેકની બનાવટ એકદમ ડિઝાઇનર હોય છે જેમાં મેટલની સાથે ગ્લાસનો પણ ઉપયોગ થતો હોય છે. એટલે તેને સાફ- સફાઈની જરૂર વધારે પડે છે.

3. મલ્ટિ પર્પઝ શૂ કેબિનેટ

શૂ કેબિનેટની ડિઝાઇન મલ્ટિપર્પઝ હોય છે. લાકડાં, પ્લાસ્ટિક અથવા તો મેટલનું શૂ કેબિનેટ દરવાજા પાસે કે દરવાજાની બહાર મૂકવામાં સરળતા રહે છે. ઓછામાં ઓછા પાંચ રેકનું આ કેબિનેટ શૂઝ મૂકવાની સાથે સાથે પેપર અને મેગેઝિન મૂકવા માટે પણ વાપરી શકાય છે.

ઉપરની સરફેસ પણ વ્યવસ્થિત હોવાથી આ શૂ રેકની ઉપર ફ્લાવર પોટ, ઇન્ડોર પ્લાન્ટ કે ડેકોરેશનની અન્ય કોઈ આઇટમ મૂકશો તો શૂ રેક સગવડતા પણ સાચવશે અને ઘરની સુંદરતામાં પણ વધારો કરશે.

4. હેગિંગ શૂ રેક

તમારું ઘર નાનું હોય તો તમે લટકતાં શૂ રેક પણ દીવાલે ટિંગાડી શકો છો. આ રીતના હેગિંગ શૂ રેક મુખ્યત્વે વાંસ અથવા તો પછી જાડા કાપડમાંથી મેટલની સાથે ફિક્સ કરીને બનાવવામાં આવે છે, જે મોટા ભાગે ત્રણ સ્તરના હોય છે.

લાકડાના હેગિંગ શૂ રેક પણ મળી રહેશે. જેને નાના ઘરમાં દરવાજા પાસે સરળતાથી લગાવી શકાય છે.

5. બંધ બારણાંના શૂ રેક

આ શૂ રેક એવી સુવિધાવાળા હોય છે જેને તમે બૂટ- ચંપલ મૂક્યા બાદ બંધ પણ કરી શકો છો. અને જો ખુલ્લું રાખવા માગતા હો તો ખુલ્લું પણ રાખી શકો છો. આ પ્રકારના શૂ રેક મોટા ભાગે લાકડાંની બનાવટના હોય છે. આ શૂ રેકને તમે ઘરના દરવાજા પાસે અથવા તો બેડરૂમ પાસે સરળતાથી રાખી શકો છો.

* શૂ રેકની સંભાળ

મોટા ભાગે શૂ રેકની બનાવટમાં લાકડાનો વપરાશ થતો હોવાથી એ ધ્યાન રાખવું કે ભીના પગરખાં તેમાં મૂકી ન દેવા.

≈ ચોમાસાના સમયમાં બૂટ -ચંપલમાંથી કાદવ અને રેતી ખંખેરીને પગરખાં ધોઈને કોરા કર્યા બાદ જ શૂ રેકમાં મૂકવા નહિતર ખરાબ વાસ ફેલાઈ જશે.

≈ અઠવાડિયામાં એક વાર શૂ રેકની વ્યવસ્થિત સફાઈ કરવી જેથી તેની ચોખ્ખાઈ જળવાઈ રહે અને ગંદકી ન ફેલાય.

≈ મેટલના શૂ રેકને પાણીથી કાટ ન લાગે તે રીતે તેની સફાઈ કરવી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %