બગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ

0 0
Read Time:3 Minute, 10 Second

બગીચામાં ફુવારાના ઠંડા પાણીની વાંછટ ઉડતી હોય, ચબૂતરામાં પક્ષીઓનો કલરવ હોય, તમારી આસપાસ રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય. આવા બગીચામાં દિવસભરનો થાક પળવારમાં ઉતરી જશે. તમારે ત્યાં આવનારા લોકો પણ તમારા લેન્ડસ્કેપિંગની સજાવટના વખાણ કર્યા વિના નહીં રહે, તો આ ગરમીમાં થઈ જાય બગીચાની ખાસ ખાતિરદારી!


 

1. લેન્ડસ્કેપિંગને ખાસ બનાવશે ગાર્ડન એસેસરીઝ :- વરસાદની સિઝનમાં ફક્ત બે ચાર છોડ ઉગાડી દેવાથી ગાર્ડનની શોભામાં વધારો નથી થઈ જતો. તમારે જો તમારા બગીચામાં થોડું વિશેષ આકર્ષણ ઉભું કરવું હોય તો વિવિધ પ્રકારની ગાર્ડન એસેસરીઝનો ઉપયોગ કરી શકો. આજકાલ માર્કેટમાં લેન્ડસ્કેપિંગ માટે ફાઇબર, વૂડન, મેટલના ચબૂતરાથી માંડીને ફુવારા, ખુરશીઓ જેવી ઘણી વસ્તુઓ મળે છે. આમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારા બગીચાને ખાસ બનાવી શકશો.

2. ટોપિઅરી :- ટોપિઅરી એટલે કે સુંદર, કમનીય કલાકૃતિઓ. તમારો ગાર્ડન નાનો હોય કે મોટો, તેના એક ખૂણામાં સરસ રીતે ગોઠવાયેલી કલાકૃતિ આખા ગાર્ડનનો ફોકસ પોઇન્ટ બની રહેશે. આ શિલ્પમાં તમે દેવી દેવતાઓની મૂર્તિઓથી માંડીને શિલ્પ સ્થાપત્યને લગતી મૂર્તિઓની પસંદગી કરી શકો છો.

3. પેઇન્ટિંગ :- અત્યારની હાઇસ્ટાઇલ સજાવટમાં પેઇન્ટિગ ફક્ત ઘરની દીવાલો જ નથી શોભાવતા, પરંતુ ગાર્ડનમાં પણ સરસ મજાના પેઇન્ટિંગ ખૂબ માવજતથી રાખવામાં આવતાં હોય છે.

4. ફુવારા :- બગીચામાં ફુવારા હોય તે નાના બાળકોથી માંડીને મોટેરાઓને પણ ખૂબ ગમે છે. બજારમાં તમારા બજેટ મુજબનાં જુદી જુદી રેન્જ ધરાવતાં નાના મોટા ફુવારા તમને સરળતાથી મળી રહેશે. કેટલાક ફુવારા સાદા હોય છે. ફુવારામાં તમને મેટલનાં ફુવારાથી માંડીને ટેરાકોટની બનાવટના ફુવારા મળી રહેશે.

5. ચબૂતરો :- આજકાલ લેન્ડસ્કેપિંગ ઇન્ટિરિયરમાં ચબૂતરાનો પણ સમાવેશ કરવામાં આવે છે. લીલાછમ અને રંગબેરંગી બગીચામાં લાકડાથી માંડીને મેટલ અને ફાઇબરના ચબૂતરા તમે લગાવી શકો છો. ચબૂતરાને સાફ રાખીને તેમાં ચણ નાખશો તો હરિયાળીની સાથે સાથે પક્ષીઓના કલરવનો મધુરો આનંદ માણી શકશો.

6. રોક ડેકોરેશન :- જુદા જુદા પત્થરને કલાત્મક રીતે ગોઠવીને ગાર્ડનની ફૂલોભરી નજાકતમાં થોડો રફ લુક સર્જી શકાય છે. પત્થરો પરથી વહેતું પાણી આંખોને રાહત આપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %