વર્કિંગ વુમન માટે ત્વચાની સંભાળ

              કામકાજી મહિલા(વર્કિંગ વુમન)ને ઘર અને ઓફીસ બંને જગ્યાએ તાલમેલ રાખવું પડતુ હોય છે,આથી તે ઘણીવાર પોતાનું ધ્યાન રાખતા જ ભુલી જાય છે અથવા ઓછુ ધ્યાન રાખે છે.કામના ચક્કરમાં ઘણીવાર ખાવાપીવાનું પણ ભુલાય જતુ હશે.આવા સંજોગોમાં ત્વચાએ તેનું નુકસાન ભોગવવું પડે છે.જો તમારી પાસે તમારી ત્વચા માટે વધુ સમય નથી હોતો તો આ બ્યુટી ટિપ્સ અજમાવો જે બહુ સરળ છે…

Aસનસ્ક્રીન – એ બહુ જરૂરી છે કે દરેક કામકાજી મહિલા સૂર્યના જોખમી કિરણોથી પોતાની ત્વચાની કાળજી રાખે. જો તમને લાગી રહ્યું છે કે સનસ્ક્રીન માત્ર ખેલાડીઓ કે પછી એ લોકો માટે જ બન્યું છે જેઓ દિવસભર બહાર રહે છે તો આવું વિચારવું એકદમ ખોટું છે. સનસ્ક્રીન લગાવવાથી ત્વચા ટેન નથી થતી અને તેનાથી કરચલીઓ સામે પણ રક્ષણ મળે છે. સૂર્યમાં બહાર નીકળ્યાની 30 મિનિટ પહેલા તમારા હાથ અને ચહેરા પર સનસ્ક્રીન અવશ્ય લગાવો.

Bમોઇશ્ચર  – જો તમારી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવવી છે તો તેના પર દરરોજ મોઇશ્ચ્યુરાઇઝર અવશ્ય લગાવો. જો તમારી ત્વચા એકદમ ડ્રાય છે તો તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. સ્નાન કર્યા બાદ હંમેશા ક્રીમ કે પછી મોઇશ્ચ્યુરાઇઝર અવશ્ય લગાવવું જોઇએ. જો મેકઅપ કરવો હોય તો પણ ત્વચા પર એક કોટ મોઇશ્ચ્યુરાઇઝર લગાવ્યા બાદ કરો નહીં તો ત્વચા શુષ્ક બની શકે છે.

C. ક્લીન્ઝર – ગમે તેટલો વ્યસ્ત દિવસ હોવા છતા તમારે તમારી ત્વચાને ક્લીન્ઝરથી સાફ કરવી જોઇએ. આનાથી ચહેરો સાફ કરવાથી ડેડ સ્કિન નીકળી જાય છે અને ત્વચાના પોર્સ પણ ખૂલી જાય છે. ફેસ વોશનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઇએ કારણ કે આનાથી ત્વચા ડ્રાય થઇ જાય છે.

D. પાણી – પાણી પીવાથી વાળ તથા ત્વચા મજબૂત અને ચમકદાર બને છે. પાણી શરીરની બધી ગંદકી બહાર કાઢી દે છે જેનાથી એ ત્વચા હંમેશા ચમકતી રહે છે.તેથી હંમેશા વધારે પાણી પીવાનું રાખો.

E. ડાયટ – થોડો સમય પોતાના સ્વાસ્થ્ય માટે પણ કાઢો. વર્કિંગ વુમન એ બહુ સારી રીતે જાણે છે કે જો તેની અંદર એનર્જી છે તો તે પોતાનું કામ વધુ ઊર્જા સાથે કરી શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળ સામેલ કરો, જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને ત્વચા પણ.

            ત્વચાની કાળજી લેવી જરૂરી બની જાય છે. આપણી ત્વચા તાપ,ધૂળ અને બીજાં અનેક પ્રકારનાં પ્રદૂષણને સહન કરતી હોવાથી ધીરે ધીરે ત્વચાની માસુમિયત છીનવાઈ જાય છે અને ત્વચા સૂકી અને નિસ્તેજ બની જાય છે. ત્વચાની કોમળતાને જાળવી રાખવા આ ટિપ્સ અજમાવી જુઓ.