ત્વચાની સંભાળ

glowing-skin– ત્વચા વઘુ તૈલીય થઈ ગઈ હોય તો, તેના પર તરબૂચના છોતરાથી દસ મિનિટ સુઘી માલિશ કરવાથી તમારી ત્વચા નિખરી ઉઠશે.

– આંખોની આસપાસ કાળા ડાઘ પડી ગયા હોય તો બટાટાના પૈતાને તેની ઉપર ઘસવુ જોઈએ અથવા ગાજરના રસમાં કાકડીને છીણીને આ પેસ્ટને આંખની આસપાસ લગાવવાથી કાળા ડાઘ દૂર થઈ જશે.

– પપૈયાના છાલટાને નિયમત રુપે ચેહરા પર લગાવવાથી ચેહરા પર ચમક આંવી જશે . 

– હાથપગના ચીરામાં લીંબુનો રસ નાખેલુ કોપરેલ લગાવવાથી રાહત મળે છે. 

– હાથપગને રોજ જૈતુનના તેલથી માલિશ કરવાથી તેમની ચમક બની રહે છે.

– પેટની ડૂંટીમાં રોજ રાતે સૂતા પહેલા દેશી ઘી લગાવવાથી હોઠ ગુલાબી બને છે.

– એક ચમચી મલાઈમાં બે ટીપાં લીંબુનો રસ, ચુટકીભર હળદર, બે ટીપા સરસિયાનુ તેલ નાખીને આ પેસ્ટથી ચેહરા પર માલિશ કરવામાં આવે તો ચેહરો ખીલી ઉઠશે.