ત્વચાંની કાળજી જરૂરી છે

0 0
Read Time:1 Minute, 41 Second

દરેક  એવું ઇચ્છે કે તે સુંદર અને યુવાન લાગે. તેની ત્વચા હંમેશા સ્વસ્થ અને ચમકતી રહે. ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે નીત- નવા પ્રયોગ કરવામાં પણ પીછેહઠ કરતા નથી.

પરંતુ ત્વચા વિશેષજ્ઞ અને આપણા દાદી -નાનીની આ સલાહ પણ માનવા જેવી છે જેથી ત્વચાને હંમેશા યુવા અને સ્વસ્થ રાખી શકીએ.

સુંદર ત્વચા માટે કોસ્મેટિક પ્રોડકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઇએ. કહેવાય છે કે ઘરગથ્થુ નુસખા અપનાવવાથી સ્કિન    સારી રહે છે.

આ માટે કોસ્મેટિકનાં ઉપયોગથી બચી અને ઘરગથ્થુ ઉપાયો દ્વારા નેચરલ ગ્લો મેળવવો જોઇએ

કેટલીક ઉપયોગી ટીપ્સ નીચે આપેલી છે:-

→ મધમાં લીંબુનો રસ ભેળવીને લગાડો.

→ ચણાનાં લોટમાં દહિં,મધ,મુલતાની માટી અને હળદળ નાખી તેનું             ઉબટન લગાડો. 

→ કાચા દુઘનો ફેસ પર મસાજ કરો. તેનાથી ત્વચાનો મેલ નીકળી જાય છે.

→ નિયમિત રીતે નાળિયેર પાણી પીવાથી શરીરમાં રહેલો કચરો દૂર થાય છે અને ત્વચા ચમકે છે. 

→ મોસંબીનો અને જ્વારાનો રસ પીવો પણ સલાહ ભર્યું છે.

→ બિનજરૂરી સાબુ,શેમ્પુ, કેમિકલ યુક્ત ચીજો વપરાશમાં ના લો.

→ આહારમાં લીલા શાકભાજી ,ફળો તેમજ દુધ-દહીંનો ઉપયોગ કરો.

→  દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવો.

        આટલું કરશો તો તમારી ત્વચા હંમેશા ચમકતી રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %