સોફાની ગોઠવણ
•» પડદા, ઓશિકા અને સોફાના કવરનો રંગ અને પ્રિંટની પસંદગી કરતાં પહેલા તે વાત મનમાં નક્કી કરી લો કે તમે ડ્રોઈંગ રૂમને કેવો લુક આપવા માંગો છો. પરંપરાગત વર્ક કરેલા કપડા સૌથી વધારે ચલણમાં રહે છે. રંગનું કોમ્બિનેશન આંખને ગમે તેવુ હોવું જોઈએ જેથી શાંતિ અને ચેનનો આભાસ કરાવે. જુદા જુદા રંગનો વ્યક્તિત્વ પર શું પ્રભાવ પડે છે તેની જાણકારી રાખો.
•» સોફાની સામે સેન્ટર ટેબલ મુકો. બજારમાં આ જુદી જુદી ડિઝાઈનમાં ઉપલ્બધ છે. સામાન્ય રીતે આજકાલ કાચવાળુ ગોળાકાર ટેબલ ખાસ પસંદ કરવામાં આવે છે. આ રીતના ટેબલ પર વધારે સજાવટનો સામાન ન મુકશો. તેની ઉપર ધાતુ કે કાચના વાટકામાં થોડીક ગુલાબની પાંદડી નાંખીને તેના પર મુકી શકો છો.
•» સીટીંગરૂમની દિવાલનો રંગ એવો હોવો જોઈએ જે ઘરના બીજા રૂમ અને લોબીની સાથે કોંટ્રાસ્ટ લાગે જેથી મહેમાનોને આકર્ષક લાગે.
•» સીટીંગરૂમમાં ખાલી ખુણા સારા નથી લાગતાં. અહીંયા ગોળાકાર ટેબલ ગોઠવો જેની પર કોઈ ફુલદાની, ટેબલ લેંપ કે મૂર્તિ વગેરે.
•» સીટીંગરૂમમાં પેપરોમિયા, ગાઈનૂરા, એગલોનિયા, મારંટા, પીલીયા, અરેકા પામ, રૈફિઝ પામ, નૈલિના જેવા ઈંડોર છોડ અવશ્ય લગાવો. અહીંયા છોડ લગાવવામાં થોડુક ધ્યાન રાખો કે તે વધારે પડતાં વિખેરાયેલા ન લાગે.
•» જો સીટીંગરૂમ મોટો હોય તો ચારે ખુણામાં કે બે ખુણામાં હેંગિંગ લેમ્પ લગાવો.મુકીને આકર્ષક બનાવો. ખુણામાં તમે નાના વાંસ કે બોનસાઈવાળા છોડ પણ લગાવી શકો છો.
Nice Information