લિપસ્ટિક વિશે થોડી માહિતી

માનુનીઓ લિપસ્ટીક લગાવીને પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે પણ જો લગાવતી વખતે થોડી સાવધાની રાખવામાં આવે તો.. લિપસ્ટિક હંમેશા સારી બ્રાન્ડની જ ખરીદવી જોઈએ. લિપસ્ટિક ખરીદતી વખતે તેની એક્સપાયરી ડેટ જોવાનું ન ભૂલવું. જો ભૂલથી પણ આઉટ ડેટ lipstick આવી ગઈ તો લગાવ્યા પછી તેના પરિણામ ગંભીર આવી શકે છે. તો ચાલો lipstick વિશે થોડી વિશેષ માહિતી મેળવીએ. 

  1. ઉનાળામાં લિપસ્ટિક ને ફ્રિજમાં ન મૂકવી કેમ કે આમ કરવાથી ફ્રીઝમાંથી બહાર કાઢશો ત્યારે ઓગળવા માંડે છે.

2. લિપસ્ટિકને સૂર્યપ્રકાશ પડે એવી જગ્યાએ ન રાખવી.

3. લિપસ્ટિક લગાવવા માટે લિપબ્રશનો ઉપયોગ કરવો. આમ કરવાથી લિપસ્ટિક હોઠ પર ચોંટી જશે એટલે જલદી ભૂંસાય નહિ જાય.

4. લિપસ્ટિકનો સેડ પસંદ કરતી વખતે તમારી સ્કિન ટોનનો ખાસ ધ્યાન રાખવું જોઈએ.

5. લિપસ્ટિક ઘણી વખત ઓછી ગુણવત્તા ધરાવતી હોવાથી હોઠ કાળા પડી જવાની શક્યતા રહે છે.

6. મેટ ફિનિશ વાળી લિપસ્ટિક લગભગ દરેક પ્રસંગમાં સારી લાગતી હોય છે.

7. નેચરલ લુક મેળવવા માટે લાઈટ પિંક કલરની લિપસ્ટિક નો ઉપયોગ કરવો.

8. જ્યારે પાર્ટી કે લગ્નમાં જવું હોય ત્યારે હેવી સેડનો ઉપયોગ કરવો જેવા કે રેડ અને મરુન.

9. હંમેશા લિપસ્ટિક લગાવતા પહેલા હોઠની બહાર કલર પેન્સિલ થી outline કરવી ત્યાર પછી અંદર કલર નો મનગમતો સેડ લગાવવો.

10. ઓફિસ જતી યુવતીઓએ લાઈટ શેડની lipstick પસંદ કરવી ,આવા સેડ ફોર્મલ લુકમાં શોભી ઊઠે છે.

11. હંમેશા લિપસ્ટિક લગાવ્યા પહેલા લિપ બામ લગાવવી જરૂરી છે.