બાળકો માટે કંઇક આવુ કરીએ

બાળકો તો સહુને વ્હાલા હોય છે,એ ભગવાન તરફથી મળેલી ભેટ છે, તો ચાલો આપણે બાળકો માટે કંઇક નવું કરીએ.

   *  નાના બાળકો માટે:-  

બાળકોને હંમેશાં રંગબેરંગી દિવાલ જ પસંદ હોય છે તેથી બાળકો માટે તેવા રૂમની જ વ્યવસ્થા કરો. ફક્ત ગુલાબી રંગ જ સારો લાગે એવું નથી,બાળકોને બધા જ રંગ પસંદ હોય છે. એક સંશોધન આધારિત દરેક રંગમાં કોઇ ને કોઇ ખુબી રહેલી છે જેમ કે કેસરી રંગ બાળકમાં જોશની ભાવના, ભૂખ, વધારે છે એટલે સુખ, શાંતિ અને ખુશીની પ્રવૃત્તિ વધારે છે. પીળો રંગ જોતા બાળક ખુશ બની જાય છે. 

      બાળકના રૂમને ડિઝાઇન કરતી વખતે તેમની સુરક્ષા, કાર્ય અને મનોરંજનને ઘ્યાનમાં રાખો. જેથી નાની જગ્યામાં પણ મસ્તીનો અનુભવ થાય. તેજ પ્રમાણે તમે અંડરવોટર એડવેન્ચર્સ, જંગલ એનિમલ, સપોર્ટ્‌સ તથા આઉટર સ્પેસ જેવા થીમ રાખીને તમારા બાળકને રુચિ અનુસાર આગળ આવવાની પ્રેરણા આપો. 

      જ્યાં કુદરતી પ્રકાશ ઓછો હોય ત્યાં ઘેરા રંગોનો પ્રયોગ કરવો. જ્યારે સફેદ કે હળવા રંગોનો પ્રયોગ જગ્યાને બ્રાઇટ દેખાડવા પેન્ટેડ ડિઝાઇન્સનો ઉપયોગ કરવો.શીતળ રંગોનું પણ પોતાનું એક મહત્ત્વનું સ્થાન હોય છે. સફેદની સાથે હળવા રીંગણી રંગનું મિશ્રણ બાળકના રૂમને તાજગીથી ભરી દે છે. 

      તે ઉપરાતં તમે બાળકના રૂમને ટ્રેડિશનલ, મોર્ડન કે ડ્રામેટિક લુક પણ આપી શકો છો. પીંક, ઓરેન્જ તથા ગ્રીન સાથે રીંગણી રંગનું કોમ્બિનેશન એકદમ સ્ટાઇલીશ લુક આપે છે. કોઈ નવી ફેશન પણ બનાવી શકો જેમ કે સીલીંગને કોન્ટ્રાસ્ટ રંગથી રંગો. હંમેશા સમજી વિચારીને બાળકોને મનગમતા રંગોનું સંયોજન કરો.

* મોટા બાળકો માટે:-

     ટીનએજર્સના બેડરૂમને નવી ડિઝાઇન કરો અને એટલી   સુંદર રીતે સજાવો કે બાળકનું વ્યક્તિત્વ વિકસે અને તેમાં રંગોનું સંયોજન બહુ મહત્વ રાખે છે. હળવા અને ચમકતા રંગ ખુલ્લી જગ્યા હોવાનો ભ્રમ ઊભો કરે છે. ટીનએજર બાળકોને તેમના રૂમ માટે સ્વયં રંગોની પસંદગી કરવા દેવી. રૂમને હાઇલાઇટ કરવા હળવા રંગો વાપરવા. બને ત્યાં સુધી રૂમને ક્રિએટિવ બનાવો. તે ઉપરાંત તેના રૂમનો લુક ટ્રેન્ડી હોવો જોઈએ.

           મોટા શહેરોમાં જગ્યાની ઉણપ હોય છે. કુટુંબ અને બાળકો બધાને સંભાળવાં અઘરું પડે છે. તેથી દિવાલોમાં જ કબાટ બનાવો. જેથી અન્ય જરૂરી વસ્તુઓ મૂકી શકાય. તે ઉપરાંત દિવાલો સાથે જોડાયેલા સેલ્ફ બનાવો. બારી પાસેની જગ્યાનો પણ યોગ્ય ઉપયોગ કરો. સોફા-કમ-બેડ રાખવો જેથી જગ્યાની બચત થાય. રૂમના ખૂણાનો ઉપયોગ કરવો,ત્યાં પણ નાના-નાના ખાના બનાવી શકાય. જેથી રૂમ વિશાળ લાગે. 

     તે ઉપરાંત ખૂબ જ સૂઝ અને સાવધાનીપૂર્વક નવી-નવી વસ્તુઓનો ઉપયોગ કરવો. બાળકોના રૂમને ખાસ બનાવો કારણ કે અહીં જ આવતીકાલનું ભવિષ્ય ઉછરી રહ્યું છે. તેમના શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં તે મહત્ત્વનો ભાગ ભજવે છે.