શરીરનું આટલું ધ્યાન રાખો

food_healthy_choice

«•» પુષ્કળ પાણી પીવું જેથી સ્વયંને ડિહાઇડ્રેટ થતા રોકી શકાય. પાણી શરીરના દરેક ફંકશન માટે ઉપયોગી છે. તે શરીરના તાપમાનને સમતલ રાખે છે.

«•» આહારમાં ખાટા-મીઠા ફળ જેવા કે સંતરા, મોસંબી, પાઇનેપલ, કિવિ, સ્ટ્રોબેરી, બેરીઝ, દ્રાશ્ર, કેળા, સફરજન, ચેરી વગેરેનો સમાવેશ કરવો..

«•» એક-બે ગ્લાસ શાકનો તાજો રસ અથવા સૂપ લેવું, આ રસ અથવા સૂપ રાતના ડિનર પહેલા લેવું. શાકમાં કોબી, સેલરી, ટામેટા, લેટસ, ગાજર વગેરે લેવા. 

«•» રોજિંદા વપરાશમાં તેજાનાનો ઉપયોગ નહીંવત કરવો. તેજાના એસિડિટી કરે છે તેના કારણે વ્યક્તિ ચિડિયું થઇ જાય છે. અડધા ગ્લાસ પાણીમાં એક ચમચો લીંબુનો રસ ભેળવી નિયમિત પીવું.

«•» રાતનું જમવાનું વધારે પડતું ભારી તેમજ મસાલાયુક્ત ન હોવું જોઇએ. તેમજ વઘુ પડતા કાર્બોહાઇડ્રેટયુક્ત ખાદ્યપદાર્થો જેમકે બ્રેડ, પાસ્તા, સફેદ ચોખા, દાળ ખાવાનું પ્રમાણ નહીંવત રાખવું.

«•» તેલયુક્ત ખાદ્યપદાર્થો, જંકફૂડ અને સાકર આરોગવાનું ટાળવું.

«•» ચોકલેટ, કેક, ડેઝર્ટ તેમજ કેફીન, એરિટેડ પીણાંનું પ્રમાણ નહીવત કરવું.

«•» જંડફૂડને ત્યાગી સ્વાસ્થ્યવર્ધક સ્નેક્સ જેવા કે નટ્‌સ અથવા ફળ તેમજ શેકેલા ચણા લઇ શકાય.

«•» શક્ય હોય ત્યાં સુધી પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું તેમાં પ્રિઝર્વેટિવ તેમજ અપ્રાકૃતિક રંગ હોવાથી નુકસાનકારક સાબિત થાય છે.

«•» ભૂખ લાગે ત્યારે જ ખાવું અડઘું પેટ ભરાઇ જાય એટલે ખાતા અટકી જવું.

«•» રોજિંદા આહારમાં મીઠું એટલે કે સોલ્ટ તથા તેલનું પ્રમાણ નહીવત રાખવું.