સૌંદર્ય વધારનાર ટિપ્સ

face• ચહેરા પર વ્હાઇટ હેડ્સ દૂર કરવા માટે સાબુના ફીણમાં મીઠું ભેળવીને ઘસો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખો.

• કાચા દૂધમાં રૂનું પૂમડું બોળી તેનાથી મેકઅપ રીમૂવ કરવાથી ચહેરો સ્વચ્છ રહેશે.

 • તૈલી ત્વચા હોય તો જવના લોટમાં દહીં, મધ અને વાટેલી બદામ ભેળવીને ચહેરા પર લગાવો. પાંચ મિનિટ બાદ ધોઇ નાખો

• એક બટાકાના રસમાં ગાજરનો અને કાકડીનો રસ ત્રણ-ત્રણ ટીપાં ભેળવી લગાવવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે

• વાળ વ્યવસ્થિત વધે તે માટે દર બે મહિને ટ્રિમ કરાવવા.

• બ્લીચ કરાવ્યા પછી બરફ ઘસવાથી બળતરા નહીં થાય.

• લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર પાઉડર અને ઘી ભેળવીને લગાવવાથી લિપસ્ટિક લાંબો સમય રહેશે.

• આઇલાઇનર પહેલાં બ્લેક અને પછી લાઇટ શેડ લગાવવાથી આંખો આકર્ષક લાગશે.

• ગરદન કાળી પડી ગઇ હોય તો પાકા પપૈયાનો માવો રોજ સ્નાન કરતાં પહેલાં ઘસવાથી રંગ ગોરો બનશે.