ચહેરાની રોનક વધારતી ટિપ્સ

ટિપ્સ:-

ઘઉના લોટમાં દહી અને ચપટી ભરીને હળદર ભેળવી લો. આને અઠવાડિયામાં એક વખય ત્વચા પર લગાવવાથી ત્વચા નિખરી ઉઠે છે.

સંતરાની છાલને છાંયડામાં સુકવીને તેનો પાવડર બનાવી લો. તેમાં એક ચમચી બેસન, ચપટી હળદર અને ગુલાબજળ તેમજ મધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી સુકાઈ જાય ત્યાર બાદ ધોવાથી ચહેરાની નમી બની રહે છે.

ચહેરા પર ચમક લાવવા માટે કાકડીના રસમાં એક ચમચી મધ અને મુલતાની માટી કે બેસન ભેળવીને ચહેરા પર લગાવી લો અને સુકાઈ જવા પર ચહેરાને ધોઈ લો.

પાકેલા કેળાને છુંદીને તેને ચહેરા પર લગાવી લો. ત્વચામાં કસાવ અને ચહેરા પર અનોખી ચમક આવી જશે.