વિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર
તહેવારના દિવસો ચાલે છે ત્યારે દરેકને ઘર સજાવવાનો ઉમળ્કો હોય, અને એમાં પણ દીવાળી નજીક જ છે, તો આ વખતે તમારા ટિસ્યૂપેપર હોલ્ડર માટે ખાસ ધ્યાન આપજો કેમકે ઇન્ટીરિયરની શોભામાં વૃદ્ધિ કરતી દરેક વસ્તુ સ્ટેટસ સિમ્બોલનું કામ કરે છે. આજકાલ બજારમાં જુદી જુદી સ્ટાઇલના ટિસ્યૂપેપર હોલ્ડર મળે છે. તેના વિશે જાણીએ…
વૂડન ટિસ્યૂ હોલ્ડર
જો ઘરનું તમામ ફર્નિચર વૂડનનું હોય તો વૂડનનાં ટિસ્યૂ હોલ્ડર પસંદ કરી શકાય. વૂડનમાં સિમ્પલથી લઈને નકશીકામ કરેલાં અને વૂડન વિથ ગ્લાસનાં ટિસ્યૂ હોલ્ડર હોય છે. જો તમે પ્રકૃતિપ્રેમી હો તો વૂડનમાં બર્ડના પિક્ચરને કંડારેલાં અને બામ્બૂના મટીરિયલમાં પણ ટિસ્યૂ હોલ્ડર જોવા મળે છે. વૂડનનાં ટિસ્યૂ હોલ્ડર વૂડનના અને ગ્લાસના ડાઇનિંગ ટેબલ પર અપ્રોપ્રિએટ લુક આપે છે.
ગ્લાસ એન્ડ ક્રિસ્ટલ ટિસ્યૂ હોલ્ડર
વૂડન સિવાય ગ્લાસ અને ક્રિસ્ટલના મટીરિયલમાં પણ ટિસ્યૂ હોલ્ડર મળતા હોય છે. હાર્ટશેપથી માંડીને જુદા જુદા આકારમાં અને કલરમાં આવતાં ટિસ્યૂ હોલ્ડર આવનાર દરેકના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ક્રિસ્ટલમાં ગોલ્ડન અને સિલ્વર તારની ડિઝાઇનથી પેટર્ન કરેલાં ટિસ્યૂ હોલ્ડર વધુ રિચ લુક આપે છે. જો તમારું કોફી ટેબલ ગ્લાસનું હોય તો આ પ્રકારનાં ટિસ્યૂ હોલ્ડરને પ્રીફર કરો, જે એટ્રેક્ટિવ લુક આપે છે.
સ્ટેનલેસ સ્ટીલ ટિસ્યૂ હોલ્ડર
સ્ટેનલેસ સ્ટીલના મટીરિયલમાં પણ બહુ બધી વેરાઇટી જોવા મળે છે. સ્ટેનલેસ સ્ટીલનું મટીરિયલ પણ આજકાલ હોમ ઇન્ટીરિયરમાં વધુ યુઝ થાય છે. સ્ટેરકેશથી માંડીને ફર્નિચર સુધી સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. જો હોમ ઇન્ટીરિયરમાં સ્ટીલની ધાતુનો વધુ ઉપયોગ થયો હોય તો સ્ટેનલેસ સ્ટીલ એક્સેસરીઝ પ્રીફર કરો. પોલિશિંગ વૂડન વિથ સ્ટેનલેસ સ્ટીલનાં ટિસ્યૂ હોલ્ડર ક્લાસિક લુક આપે છે.
ટેક્નિકલ ટિસ્યૂ હોલ્ડર
જેવી રીતે ફાઇબરથી માંડીને ગ્લાસ સુધીનાં જુદાં જુદાં મટીરિયલમાં અને શેપમાં ટિસ્યૂ હોલ્ડર મળે છે તેવી જ રીતે જુદી જુદી ટેક્નિકથી બનેલાં ટિસ્યૂ હોલ્ડર પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. આજકાલ બજારમાં એવાં ટિસ્યૂ હોલ્ડર અવેલેબલ છે જે માત્ર શોપીસ જેવાં દેખાતાં હોય છે, પણ અમુક સ્પેસને પ્રેશ કરવાથી ટિસ્યૂપેપર બહાર આવે છે. ઇન્ટીરિયરમાં આવી ટેક્નિકનાં ટિસ્યૂ હોલ્ડર પ્રીફર કરીને કંઈક અલગ કરી શકો.