કિચન ટિપ્સ યુઝ કરી બનો સ્માર્ટ વુમન

અવનવી રસોઇ અને વાનગીઓ જેમ હજારો હોય છે, તેમજ તેમાં ઉપયોગમાં લેવાતી ટિપ્સ પણ હજારો હોય છે. અમે અહીં તમને એકસાથે બધી તો આપી ના શકીએ, પરંતુ તેમાંની થોડી તો ચોક્કસથી જણાવી શકીએ છીએ. અહીં આપેલી બધી જ વાનગી તો તમારા ઘરે બનતી જ હશે, પરંતુ અહીં આપેલ ટિપ્સ કદાચ તમે બધાં ઉપયોગમાં નહીં લેતાં હોય. આ બધી ટિપ્સથી તમારી રસોઇ સહેલી તો બનશે જે, સમયનો બચાવ પણ કરશે અને વધુ સ્વાદિષ્ટ પણ બનશે. આ કિચન ટિપ્સ યુઝ કરી બનો સ્માર્ટ વુમન-

– દૂધને વધારે સમય તાજું રાખવા માટે એને ગરમ કરી તેમાં એલચી વાટીને નાખી રાખો.

– ચાટ મસાલો તૈયાર કરતી વખતે એમાં થોડું ફૂદીનાનું ચૂર્ણ મેળવી દો. સ્વાદ સરસ આવશે.kitchen images

– રાંધતી વખતે દાળ ઊભરાય નહીં તે માટે તેમાં થોડું ઘી નાખવું.

– ચાસણી બનાવતી વખતે કઢાઇમાં માખણ લગાવી દેવાથી ચાસણી સરસ બનશે.

– શરદી થઇ હોય કે શરદીના લીધે માથું દુ:ખતું હોય તો કાળી ચામાં લીંબુ નાખીને પીવાથી રાહત થાય છે.

– ગોળને જૂના માટલામાં ભરીને ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ ગોળ સારો રહે છે.

– એલચીના દાણા વધારે ઝીણા અને ઝડપથી ખાંડવા હોય તો તેમાં થોડી ખાંડ ભેળવીને ખાંડવા.

– કપડાં ધોતી વખતે પાણીમાં થોડો વિનેગર નાખવાથી કપડાંમાં અનેરી ચમક આવશે.

– દરરોજ રાત્રે સૂતી વખતે શવાસન કરવાથી પ્રેશરની તકલીફમાંથી બચી જવાય છે.

– શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો માખણ કે દેશી ઘી મેળવી દો.