રસોડામાં ઉપયોગી થાય તેવી ટિપ્સ

kitchen

રોજીંદા જીવનમાં રસોડાને લગતી અનેક નાની મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે. અહી  છે કેટલીક જરૂરી ટિપ્સ જે તમારા રસોડામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

~ અંકુરિત અનાજને ફ્રીજમાં મુકતા પહેલા તેમા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવુ કરવાથી તેમા વાસ નહી આવે.

~ પરાઠા બનાવતા પહેલા લોટમાં એક બાફેલુ બટાકુ અને એક ચમચી અજમો નાખી દો. પરાઠા માખણથી શેકો. પરાઠા કુરકુરા અને સ્વાદિષ્ટ            લાગશે.paratha

~ ભજિયા, પકોડા કે આલુવડા સર્વ કરતી વખતે ઉપરથી ચાટ મસાલો ભભરાવી દો  સાથે બે લીલા તળેલા મરચાં મુકી દો. તમારી આ ડીશ સૌને વધુ આનંદ આપશે

~ ટામેટા પર તેલ લગાડીને સેકવાથી છાલટા સહેલાઈથી નીકળી જાય છે.

~ રસોડામાં ઉપયોગ કર્યા બાદ વધેલા લીંબુના છોતરામાં થોડો સોડા નાંખી તાંબાના વાસણ સાફ કરો. વાસણ ચમકી ઉઠશે.

~ ચા બનાવ્યા બાદ તેના વધેલા કૂચ્ચાને ધોઇને તેનું પાણી ગુલાબના છોડના કૂંડામાં નાખો. આ પાણી છોડ માટે ખાતરનું કામ કરશે.

~ પપૈયાના છોતરાને સૂકવીને દળી લો. આ પાવડરને માંસમાં વાપરો, ભોજન સ્વાદિષ્ટ બનશે.Bhajiya

~ જ્યારે ભટૂરે(છોલેની પૂરી) બનાવવાના હોય ત્યારે તેમા મેંદામાં રવો નાખી બનાવો. આનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ         પણ વધશે.

~ મસાલાનો યોગ્ય સ્વાદ ભોજનમાં ત્યારે જ આવે છે જ્યારે ભોજનને ધીમી આંચે રંધાવા દીધું હોય.