ઘરમાં રહેલી વિવિધ જગ્યાની સજાવટ

0 0
Read Time:2 Minute, 51 Second

~• છત

આ એક એવી જગ્યા છે જ્યાં સરસ મજાનું ગાર્ડન બની શકે છે અને ઘર પણ આર્કષિત લાગે છે. તમે ઇચ્છો તો તેને સાઈડ અને ઉપરના ભાગોને ગ્રીન કવરથી ઢાંકી શકો છો. જો તમે કોઈ એવી ચીજનો ઉપયોગ કરવા ઇચ્છતા ન હો તો તમે ફૂલ-પાનથી લહેરાતી ડાળીઓને પણ ઉપયોગમાં લઈ શકો છો. છત તમે તમારી પસંદગી મુજબ સજાવી શકો છો. ત્યાં કુંડાથી સજાવટ કરી શકો છો પણ થોડું અલગ કરવું હોય તો દિવાલની બાજુમાં જ 1-2 ફુટની પાળી બનાવીને તેમાં છોડ વાવો. આ ઉપરાંત છતની વચ્ચે નાનું તળાવ બનાવો,તેમાં કુત્રિમ કમળ, ફીશ, બતક, કાચબા મૂકો જે સરળતાથી બજારમાં મળી જશે. તેમજ તેમાં ફુવારો પણ ગોઠવો. છતના ખૂણામાં રંગબેરંગી પથ્થરથી સજાવટ કરો. પછી જુઓ તમારી છત નવા જ રૂપમાં જોવા મળશે.

~• ઓસરી

આ જગ્યાનો ઉપયોગ એક હારબંધ નાના છોડવાઓને લગાવીને કરી શકાય છે. લાંબી ઓસરી ન હોય તો હોલમાં પણ કૂંડા રાખી શકાય છે. જે આપને પરફેક્ટ લૂક આપશે. કૂંડામાં ઉગાડાતાં છોડને અહીં રાખો. એનાથી આપના ઘરમાં ચારેય તરફ હરિયાળી છવાઈ જશે. કૂંડાની અંદર સફેદ પથ્થર રાખવાથી તેની સુંદરતામાં વધારો થશે.

~• આંગણું

ઘરની વચ્ચોવચમાં આવેલી આ જગ્યા વૃક્ષ-છોડ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. વચ્ચોવચ વૃક્ષ લગાવો, જેને ચારેય બાજુઓથી આકાર આપો. વૃક્ષની ચોફેર બનાવેલો ઓટલો આપને શાંતિ આપશે. આંગણામાં અનેક ફુલછોડ, વૃક્ષ તેમજ લોન ઉગાડી શકો છો. આ રીતે સરસ તૈયાર થયેલ આંગણામાં બેસવા માટે હીંડોળો રાખો.

~• બારીઓ

ભારતમાં આ જગ્યાનો ઉપયોગ એટલી સારી રીતે નથી થતો, જેટલો વિદેશોમાં થાય છે. ગ્રીલની સહાયતાથી તમે કૂંડાને બારીએ લટકાવવાની વ્યવસ્થા કરી શકો, તેમજ લટકતી વેલ બારીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. નાની સાઇજના કૂંડા પસંદ કરો જેથી ગ્રીલ ઉપર વધુ વજન ન આવે. છોડની પસંદગીમાં પૂરતું ધ્યાન આપો.

• બગીચાની દેખભાળ માટે સમયસર કાપણી, છટણી, તેમાં પાણી આપવું, નકામું ઘાસ હટાવવું, કીટાણુનાશક દવા છંટકાવ વગેરે બાબતે પૂરતું ધ્યાન આપો. શહેરી વાતાવરણની હાનિકારક અસરથી બચવા માટે ફૂલોથી ભરેલી ઝાળીઓ લગાવો. એની સાથે અન્ય સુગંધી છોડ પણ લગાવો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %