વિવિધ પ્રકારના ડાઇનિંગ રૂમ

0 0
Read Time:4 Minute, 54 Second

ઘરમાં ડાઈનિંગ ટેબલ હોય તો ભોજનની સુંદર વ્યવસ્થા થઈ શકે છે. ઉઠવા-બેસવામાં સરળતા રહે છે અને ટેબલ પર અન્ય કામ પણ સહેલાઈથી કરી શકાય છે જેમ કે ભણવાનું, લેપટોપ ચલાવવાનું વગેરે. પ્રત્યેક ગૃહિણીએ પોતાની પસંદ અને જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને ડાઈનિંગ ટેબલની પસંદગી કરવી જોઈએ અને તે પ્રમાણે જ ડાઇનિંગ રૂમને સજાવવો જોઈએ.

આધુનિક ડાઇનિંગ રૂમ :-

                મોડર્ન ડાઇનિંગ રૂમમાં લાંબુ અને ઓછું પહોળું ડાઇનિંગ ટેબલ તથા ખુરશીઓ મૂકવામાં આવે છે જે અત્યંત આકર્ષક દેખાય છે. આ વ્યવસ્થા હેઠળ બે પરિવાર સાથે બેસીને જમી શકે છે. મોડર્ન ફર્નીચરનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે વાસણો પણ અત્યંત સ્ટાઈલીશ હોવા જોઈએ. આથી ફલાવરવાઝને બદલે ઓક્સિડાઈઝ્ડ સ્ટીલના ફલાવરવાઝનો ઉપયોગ કરવો. ડાઇનિંગ રૂમમાં સફેદ પ્રકાશની વ્યવસ્થા કરવી. ડાઇનિંગ ટેબલની બરોબર ઉપર તેજ સફદે- પીળો પ્રકાશ મિશ્રિત લાઈટ લગાડવી. આઘુનિક ડાઇનિંગ રૂમમાં ગુલાબી રંગના શેડથી દીવાલો પણ સારી લાગે.

પારંપરિક ડાઇનિંગ રૂમ :-

                  પરંપરાગત ડેકોરેશનમાં રસ ધરાવનારી ગૃહિણીએ નકશીદાર ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓનો સેટ બનાવવો. વાસણો પણ પારંપરિક જ ઉપયોગમાં લેવા.દીવાલો પર પારંપરિક ભોજન કરતાં રાજા-મહારાજાઓના ચિત્રો લગાડવા. ડાઇનિંગ ટેબલની વચ્ચે મીણબત્તી અને ફ્રૂટ બાસ્કેટ મૂકવી. પીળા રંગનો પ્રકાશ આવે તેવી રોશનીની વ્યવસ્થા કરવી. પરંતુ ટેબલની બરોબર ઉપર તો સફેદ પ્રકાશની જ વ્યવસ્થા રાખવી. પારંપરિક ડિઝાઈનના પડદાથી ડાઇનિંગ રૂમને રાજવી દેખાવ મળશે. રૂમના ખૂણામાં ઇનડોર પ્લાન્ટ મૂકવા પણ સારા લાગશે. તે જ પ્રમાણે પ્લાસ્ટિકના ફૂલ, વેલ વગેરે ન લગાડવું.

વૈવિઘ્યસભર ડાઇનિંગ રૂમ :-

                 સામાન્ય રીતે ૪થી ૬ વ્યક્તિ બેસી શકે તેવા ડાઇનિંગ ટેબલને પસંદ કરવામાં આવે છે. બે કે ત્રણ સભ્યોના કુટુંબ માટે ગોળ ટેબલ પણ સારું રહે છે.વાસ્તવમાં તો રૂમનો આકાર અને ઘરના સભ્યોની પસંદગી પ્રમાણે ડાઇનિંગ ટેબલની પસંદગી કરવી. ડાઇનિંગ ટેબલ પર રહેલા ગ્લાસ ટૉપ પર કવર લગાડવાથી તે સરકી જાય છે. આથી પહેલાં ટેબલ પર ટેબલની સાઈઝ પ્રમાણે જુનુ કપડુ કે મોટું બેડ કવર કાપીને લગાડો. ત્યાર બાદ તેના પર ટેબલ કવર પાથરો. ટેબલ મેટ, કોસ્ટર (ગ્લાસ મૂકવાની નાની મેટ), નેપકિન હોલ્ડર, મીઠા-મરચાંની ડબ્બી વગેરે ડાઇનિંગ ટેબલને છેડે અથવા ચેસ્ટરની વ્યવસ્થા હોય તો તેમાં મૂકો. ડાઈનિંગ ટેબલ પર કૉફી પીવા બેસો ત્યારે કોસ્ટર મૂકવા અને જમવા બેસો ત્યારે ડાઇનિંગ મેટનો ઉપયોગ કરવો. નાના ઘરમાં જરૂર પડે ત્યારે ડાઇનિંગ ટેબલ સ્ટડીટેબલ બની જાય છે. અહીં બાળકો હોમવર્ક કરે છે અને લેપટોપ મૂકીને કામ પણ કરી શકાય છે. આ પ્રકારના ઉપયોગ માટે લાકડાની ફ્રેમવાળા ડાઇનિંગ ટેબલ પર કાચનું ટેબલ ટોપ લગાડવું. આ રૂમમાં કટલેરી સજાવવી નહિ. કટલેરી માટે રસોડું જ યોગ્ય જગ્યા છે. આ રૂમમાં ફળ અને શાકભાજીના ચિત્રો વઘુ સારા દેખાય છે. . જો ટેબલ નાનું હોય અને મહેમાનો વધારે હોય ત્યારે બુફે ભોજનની વ્યવસ્થા કરવી. 

ફોલ્ડીંગ ટેબલ: હવે નાના ઘરમાં ડાઇનિંગ વ્યવસ્થા કરવી મુશ્કેલ નથી. રસોડાની પાસે રહેલી નાનકડી લોબીમાં જમવાની વ્યવસ્થા કરવા ઇચ્છો તો લાકડા અને થર્મોપ્લાસ્ટિકના ફોલ્ડીંગ ટેબલને દીવાલ પર લગાડી શકાય છે. જરૂર પડે ત્યારે આ ટેબલને ખોલીને તેનો ઉપયોગ કરી શકાય છે. આવું ટેબલ જગ્યા રોકતું નથી. જ્યાં જગ્યા મળે ત્યાં એક પર એક ખુરશીઓને ગોઠવી દેવી. આનાથી રૂમ સાફ રહેશે અને જગ્યા પણ મોકળી રહેશે. જોકે કિચનમાં ચિમની અથવા એકઝોસ્ટ ફેન જરૂર લગાડો 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %