વાસ્તુ ટિપ્સ

vastu

«- ઘરની સુંદરતા વધારવા માટે મની પ્લાટન્સ લગાડવા જોઇએ. મની પ્લાન્ટ લગાડવાથી પતિ- પત્નીના સંબંધ મધુર થાય છે.

«- ફેંગશુઇ અનુસાર વાંસના છોડ સુખ- સમૃદ્ધિનાં પ્રતીક હોય છે.

«- પરિવારમાં જો કોઇ બીમાર હો તો તેની આસ-પાસ તાજા ફૂલ રાખવા શુભ છે પરંતુ રાતે તે ત્યાંથી હટાવી દેવા જોઇએ.

«- ગુલાબ, ચંપા અને ચમેલીના છોડ માનસિક તણાવ અને ડિપ્રેશનને ઓછું કરે છે તેથી તેને લગાડવું સારું રહેશે.

«- શયન કક્ષના નૈઋત્ય કોણમાં ટેરાકોટા કે ચિનાઇ માટીના ફૂલદાનીમાં સૂરજમુખીના ફૂલ લગાડી શકાય છે. સૂરજમુખીના છોડ મનમાં ઉલ્લાસ ભરી દે છે.

«- ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર તે અશુભ માનવામાં આવે છે. તે ધૂપ અને ગંધને પણ વધુ આકર્ષિત કરે છે.

«- સુગંધીદાર ફૂલ એટલે કે ચંપા, નાગચંપા, ચમેલી, બેલા ,રાતરાણી વગેરે ફૂલો પણ લગાવી શકાય છે. તેની સુગંધથી ઘરના સભ્યો પ્રસન્ન અને આનંદિત રહે છે પણ અહીં ખાસ ધ્યાન રાખવું કે આ છોડમાં કરમાયેલા ફૂલ ના રહે, તેને તરત જ કાઢી લેવા. કેટલાક લોકો આ છોડને ઘરની બહાર પણ લગાવે છે.

«- ઘરમાં ક્યારેય કાંટાળા છોડ કે કાંટા હોય તેવા ફૂલ ને ના રાખવાં જોઇએ.

«- ઉંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં રોપી શકાય છે.પરંતુ તે ઘરની દિવાલોથી થોડા દૂર રોપવા જોઈએ.

«- તુલસીનો છોડ ખૂબ કલ્યાણકારી, ઉપયોગી અને પવિત્ર તથા શુભ માનવામાં આવે છે. તુલસીમાં એન્ટીબાયોટિક સહીત અનેક ઔષધીઓ તથા ગુણ રહેલા હોય છે. તેમના સ્પર્શથી ઘરની હવા શુદ્ધ થાય છે.