વેલેન્ટાઇન ડે ટિપ્સ

14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારો વેલેન્ટાઇન ડે કેવી રીતે ઉજવવા માંગો છો?

આ દિવસે તમારા પાર્ટનરની આશાઓ તમારી પાસેથી વધી જાય છે. પણ જીવનમાં ક્યારેક એવો પણ સંજોગ બને કે પ્રેમ તો બહુ હોય, ઇચ્છા પણ હોય, પરંતુ ખિસ્સુ ખાલી હોય! જો તમે પણ આ વેલેન્ટાઇન ડે પર ઓછા ખર્ચે પણ મનમૂકીને વેલેન્ટાઇન ડે માણવા માંગતા હોવ તો અમારી પાસે છે કેટલીક અદ્ધભૂત ટિપ્સ. જે તમારા પૈસા પણ બચાવશે અને તમારા વેલેન્ટાઇન ડેમાં રંગમાં ભંગ પણ નહીં પાડે. જો કે આ વેલેન્ટાઇન ડે કોઇ શો-ઓફનો દિવસ તો નથી. આમ તો પ્રેમ આગળ પૈસાની કોઇ કિંમત નથી. તેમ છતાં આ એક એવો દિવસ છે જ્યારે તમારા પ્રિયજનો તમારી પાસે કંઇક ને કંઇક વસ્તુની આશા તો રાખે જ છે. ત્યારે કેવી રીતે ઓછા ખર્ચે તેમના ચહેરા પર વેલેન્ટાઇન ડેના દિવસે સ્માઇલ લાવશો તે વિષે વધુ જાણો..

 

 

ઘરે જ બેક કરો :- યૂટ્યૂબ પર સર્ચ કરશો તો ઘરે બેઠા એગલેસ કેક, કૂકર કેક, બિસ્કિટ કેક બનાવવાનું શીખવતા અનેક વીડિયો જોવા મળશે. બજારમાંથી કેક લાવવા કરતા ઘરે જ કેક કે પછી તમારા પ્રિયજનને ભાવે તેવી કોઇ યુનિક રેસિપ થોડા હટકે અંદાજમાં રજૂ કરો. અને હા પુરુષો પણ તેની પત્ની માટે આમ કરી શકે છે.

 

ક્રીએટીવ થાવ: જો તમારા લગ્ન થઇ ગયા છે તો ઘરમાં ઘણીવાર તેવી વસ્તુઓ પડી હોય છે જે ડેકોરેશનમાં કામ આવે. તેમજ થોડા ગુલાબના ફૂલો, લાલ કલરના તકીયા અને લાલ કલરની બેડશીટ રાખીને તમારા બેડરૂમને નવો લુક આપી શકો છો, તેમજ બારીના પડદા બદલાવીને તમે મન ગમતું ડેકોરેશન કરી શકો છો.

 

 

ઘરમાં જ કરો કેન્ડલ લાઇટ : ડિનર ઘરમાં જ કે પછી રૂમમાં જ કરો. રાતમાં સુંગધી મણબત્તી પ્રગટાવીને, ગુલાબની પાંખડી પાથરી થોડી સજાવટ કરો. અને સરસ તૈયાર થઇને એક બીજાની સાથે મનાવો વેલેન્ટાઇન ડે.

 

 

ખૂલ્લી હવામાં બેશો : વેલેન્ટાઇન ડેના દિવસે બાલ્કની કે પછી છત પર જઇને ખુલ્લા આકાશમાં તારા જોવા અને એક બીજા જોડે વાતો કરવી. તેમાં પૈસા પણ નથી લાગતા અને શાંતિ પણ અનુભવાઇ જાય છે!

 

આ પોસ્ટને શેર કરો !