મીઠી મધુર સેવૈયા

અત્યારના ફાસ્ટ યુગમાં કોઇ પાસે સમય જ નથી, બધાને બધુ ફટાફટ જ જોઇએ છે. જ્યારે તહેવારોની વાત આવે તો ત્યારે પણ બજારમાંથી મળતી અવનવી મીઠાઇઓ લઇ આવીએ છીએ. આપણે જાણીએ છીએ કે એ સ્વાસ્થ્ય માટે સારુ નથી. તો ચાલો આજે એક એવી જ સરસ અને સ્વીટ સેવૈયા બનાવીએ. મને ખબર છે તમે એક વાર તો જરૂર બનાવશો જ કેમ કે સરળ અને હેલ્ધી છે. આ રેસીપીને પુડિંગ તરીકે પણ સર્વ કરી શકાય છે. એ સિવાય પ્રસાદ માટે પણ બનાવી શકાય છે.

સેવૈયા:

સામગ્ર્રી:- સેવ(વર્મિસેલી)-100ગ્રામ, દુધ-1 લીટર, વેનીલા કસ્ટર્ડ પાવડર-2ચમચી, ઘી-4ચમચી, કટિંગ કરેલું મીક્ષ ડ્રાયફ્રુટ-1વાટકી, ખાંડ-50ગ્રામ

રીત:- એક કડાઇમાં ઘી ગરમ મુકો. પછી તેમાં સેવ(વર્મિસેલી) નાખીને થોડીવાર શેકવી. હવે તેમાં દુધ, ખાંડ, કટિંગ કરેલું મીક્ષ ડ્રાયફ્રુટ નાખી હલાવવું. એક વાટકીમાં થોડું પાણી લઇને તેમાં બે ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીને એગાળવું,આ મીક્ષ્રણને ઉકળતા દુધમાં નાખવું(આમ કરવાથી ગાઠા નહિં પડે). બધું ઘટ્ થઇ જાય ત્યાં સુધી ઉકાળવું. ડેકોરેટ કરીને ઠંડુ અથવા ગરમ સર્વ કરવું.