Read Time:1 Minute, 35 Second
સુંદર ઘર દરેકને ગમે છે, ઘર નાનું હોય કે મોટું હોય તમે એ ઘરને સારી રીતે સજાવો તો એ ઘર દીપી ઉઠે છે. ઘર કેમ સમજાવું એ ગૃહિણી ઉપર આધાર રાખે છે, અત્યારે માર્કેટમાં તેમજ online વેબસાઇટમાં જાત – જાતની વસ્તુઓ ઉપલબ્ધ છે. આપણે આપણા બજેટને અનુરૂપ વસ્તુ પસંદ કરી ઘરને સજાવવું જોઈએ. આજે ઘરની દીવાલને વોલસેલ્ફથી કેવી રીતે ડેકોરેટ કરી શકાય એ જાણીશું:-

→ વોલસેલ્ફ એટલે તમે એમાં કંઈ પણ ડેકોરેટિવ આઈટમ મૂકીને દીવાલને સજાવી શકો છો, જેમ કે નાના – નાના ઈન્ડોર પ્લાન્ટ, બાળકોના shield તેમજ નાની મૂર્તિઓ વગેરે..
→ વોલ સેલ્ફ માં ઘણી વેરાઇટી જોવા મળે છે તેમા આકાર અને કલર પણ આપણી પસંદ મુજબ મળી રહે છે.
→ ઘરનું ઇન્ટિરિયર કેવું છે એ પ્રમાણે વોલસેલ્ફ પસંદ કરવું જોઇએ.

→ વોલસેલ્ફમાં કલર પણ ખૂબ સુંદર ઉપલબ્ધ હોય છે, જો તમારા ઘરનો કલર લાઈટ હોય તો વોલસેલ્ફનો કલર ડાર્ક પસંદ કરવો અને ઘરનો કલર લાઇટ હોય તો વોલસેલ્ફનો કલર લાઈટ પસંદ કરવો.
→ વોલસેલ્ફની કિંમત 150 થી લઇને 2000 તેમજ તેનાથી વધારે પણ હોય શકે છે અને જો ઓનલાઇન ખરીદી કરો છો તો તમને ઘણી વખત સારા ડિસ્કાઉન્ટમાં પણ મળી જાય છે
Happy
0
0 %
Sad
0
0 %
Excited
0
0 %
Sleppy
0
0 %
Angry
0
0 %
Surprise
0
0 %
Related
Such a amazing !
Thank you!