ઘરની દીવાલની સજાવટ

ઘર તો દરેક ના ડેકોરેટિવ હોય છે પણ પોતાના રૂમના એક કોર્નરની વાત કંઈક અલગ હોય છે… તો તેનું ડેકોરેશન પણ અલગ હોવું જોઈએ. સુંદર અને એટ્રેક્ટિવ ઘર એ દરેક વ્યક્તિની મનોકામના હોય છે. દરેક વ્યક્તિ ઘર બનાવતી વખતે પોતાનાં સપના દ્વારા એ મહેલને સજાવતો હોય છે. આજની ડિઝાઈન અને ટેકનોલોજીને જોતાં લોકો અલગ-અલગ વોલ્સ પણ ડિઝાઈન કરાવે છે.

ઘરના એક કોર્નર કે વોલને સુશોભિત કરવા માટે અલગ અલગ કલર કોમ્બિનેશનમાં વોલ પેઈન્ટ્સ મિક્સ એન્ડ મેચમાં ટેક્ચર્સ વોલપીસ, બ્રિક્સ, સ્ટીડાર્સ, અથવા તો જાતે જ પેઈન્ટ કરીને એક આગવું ક્રિએશન કરે છે.

traditional- wall- decoration

આ ઉપરાંત પલાડીઓ, ટેક્ચર્સ અને સ્ટોન્સ આભણ અને લીપણકામ દ્વારા પણ વોલ ડિઝાઈન કરીને આગવું પ્રતિબિંબ ઊભું કરે છે અલગ રીતે ડિઝાઈન કરેલી વોલને લીધે ઘરનો આ ખૂણો સુંદર રીતે દીપી ઊઠે છે.

આવી એક જ દીવાલથી ઘર જીવંત બને છે. અને ફેમિલી મેમ્બર્સ પણ ઘરની સજાવટથી ખુશમિજાજ બને છે. એક જેવા કોન્સેપ્ટ એડોપ્ટ કરવાથી જિંદગી વધુ ફાસ્ટ ફોરવર્ડ લાગે છે.

એક આર્કિટેક જણાવે છે કે ડિઝાઈનર વોલનું ચલણ આજકાલ માર્કેટમાં ઘણું જ છે કસ્ટમર્સ પોતાની ચોઈસ પ્રમાણે ટેક્સર્ચ અને અલગ અલગ કલર્સનો ઉપયોગ કરીને રૂમને સજાવે છે.