વેસ્ટમાંથી બેસ્ટ બનાવો

વેસ્ટ લાગતી વસ્તુઓનો ઉપયોગ સુશોભન માટે કરીને તમે ઓછા બજેટમાં અને કલાત્મક રીતે ઘર સજાવી શકો છો. ઘરમા નકામી લાગતી એવી ઘણી વસ્તુઓ હોય છે જે પહેલી દ્રષ્ટિએ નકામી લાગતી હોય, પરંતુ તેનો ઉપયોગ આગવી સૂઝબૂઝથી કરીને ઘર સજાવી જ શકો.ચાલો જાણીએ કે કેવી-કેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

door-mate1. પ્લાસ્ટિકની દોરી: 

પ્લાસ્ટિકની અલગ અલગ દોરીઓને ગૂંથીને તમે સરસ મજાનું ડોરમેટ બનાવી શકો છો. આ ઉપરાંત પ્લાસ્ટિક અને સૂતળીની મદદથી પણ ડોરમેટ બનાવી શકો છો. આ પ્રકારનું ડોરમેટ ચોમાસામાં ઘણું કામ લાગે છે.

bottle-decoration2. કાચ અને પ્લાસ્ટિકની બોટલ

ઘરમાં પ્લાસ્ટિકની ઘણી બધી બોટલ જમા થઈ ગઈ હોય તો તેને ફેકી દેવાને બદલે જુદા જુદા આકારની બોટલમાં પાણી ભરી તેમાં મેજિક બોલ નાખીને ગાર્ડનમાં મૂકી દેવી.Glass-bottle-decoration

પ્લાસ્ટિકની બોટલને રંગીન કાગળથી કવર કરીને બાળકોને પેન, પેન્સિલ જેવી સ્ટેશનરી મૂકવા આપી શકાય. બાળકો પણ હોંશે હોંશે પોતાની વસ્તુઓ આડીઅવળી મૂકવાને બદલે તેમાં જ મૂકવાનું પસંદ કરશે.

પ્લાસ્ટિકની બોટલને વચ્ચેથી કાપીને અલગ અલગ પેપરથી સજાવીને તમે રસોડામાં પણ મૂકી શકો છો. તેમાં તમે રસોડાને ઉપયોગી વસ્તુઓ મૂકીને નવીનતા લાવી શકો છો.

જો બોટલ કાચની હોય તો તેની પર પેઇન્ટિંગ પણ કરી શકાય. આ પ્રકારની બોટલને તમે સેન્ટર ટેબલ પર, શો કેસમાં કે રેક પર મૂકીને ડેકોરેશન કરી શકો છો.

3. માટીના વાસણpot-decoration

માટીની કલાડી, કુલડી, હાંડી જો ઘરમાં નકામ પડી હોય તો તેને ફેંકી દેવાને બદલે તેનો સર્જનાત્મક ઉપયોગ કરો. માટીની કલાડી પર રંગ કરીને મનપસંદ ચિત્ર તૈયાર કરી શકાય છે જેને તમે રસોડામાં કે લિવિંગ રૂમમાં લગાવી શકો છો.

આ ઉપરાંત કુલડી કે હાંડીને રંગીને સ્ટોન કે સિકવન્સ અથવા તો કલરથી રંગીને ઘરમાં સજાવી શકો છો. હાંડીને સજાવીને પક્ષીઓને ચણ કે પાણી નાખવા માટે વાપરી શકાય. આ ઉપરાંત કોફી ટેબલ કે કોર્નર ટેબલ પર મૂકીને સેન્ટર ઓફ એટ્રેક્શન પોઇન્ટ બનાવી શકાય છે.

જો આ રીતે ઘરમાં જ વેસ્ટ પડી રહેલી વસ્તુથી ઘર સરસ રીતે ડોકોરેટ થયેલું હશે તો ઘરમાં આવનારી દરેક વ્યક્તિ તમારી કળાત્મક ક્રિએટીવિટીને વખાણ્યા વિના નહીં રહે અને રહેનારાને તથા અવનારાને ગજબની શાંતી અનુભવાય છે.