ચટપટા સફેદ ઢોકળા

આપણે અવનવા પ્રકારના ઢોકળા ટેસ્ટ કર્યા હશે. પણ તમે ક્યારેય સફેદ ઢોકળા ચાખ્યા છે? તો ચાલો તમને સફેડ ઢોકળાની રેસીપી કહી દઉં, જે બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં એટલા જ સરસ. જે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને સવારે નાસ્તામાં પણ આપી શકાય છે. અને હા, આ રેસીપી બનાવીને મને જરૂર જાણ કરજો.

સફેદ ઢોકળા:

બોળા માટેની સામગ્રી:-  ચણાની દાળ-1 કપ, અળદની સફેદ દાળ- અડધો કપ, ચોખા-1 કપ, દહિં-1 વાટકી

વઘાર માટેની સામગ્રી:- મીઠો લીમડો, રાય, તેલ, કોથમીર, હિંગ

પેસ્ટ માટેની સામગ્રી:- આદુ, કોથમીર, લીલા મરચા-2, લસણ-7 કળી

રીત:- ચણાની દાળ,અળદની સફેદ દાળ અને ચોખાને 3-4 કલાક પલાળવા,પછી મીક્ષરમાં ક્રશ કરવું. હવે તેમાં દહિં નાખીને 9-10 કલાક બોળો આવવા દો. બરાબર બોળો આવી જાય એટલે તેમાં આદું, કોથમીર, લીલા મરચા, લસણની પેસ્ટ તથા નમક, ચપટી ખાંડ,(પલાળેલી ચણાની દાળ પણ નાખી શકાય)નાખી ખૂબ હલાવો. આ મીશ્રણને ઢોકળીયામાં ભરી લો અને ધીમે તાપે 20 મીનીટ માટે મુકી દો. પછી ઢોકળીયામાંથી કાઢીને મનપસંદ આકાર આપી દો. હવે એક કડાઇમાં 2-3 ચમચી તેલ ગરમ મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય, હિંગ, મીઠો લીમડો નાખી હલાવવું, ત્યારબાદ તેમાં ઢોકળા નાખી હળવે હાથે હલાવવું, ડેકોરેશન માટે કોથેમીર નાખવી. કોઇપણ ચટણી અથવા ટમેટાસોસ સાથે ગરમાગરમ સર્વ કરવું.