ઘર માટે મહત્વની છે બારીઓ
બારીઓ ઘરનો મહત્વપુર્ણ ભાગ છે. ભાગ્યે જ ઘરનો કોઈ એવો ભાગ હશે જ્યાં બારીઓ નહી હોય. બારીઓને ઘરમાં હવા અને પ્રકાશ માટે બનાવવામાં આવે છે અને તેના લીધે ઘરને આકર્ષક પણ બનાવી શકાય છે. રૂમમાં બારીઓની સંખ્યા, આકાર, સ્થાન જેવી ઘણી મહત્વની વાતો જેવી રીતે કે રૂમનું સ્થાન અને તેનો આકાર વગેરે પર નિર્ભર છે. તે ક્ષેત્રનું તાપમાન, વાતાવરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને બારીઓની પસંદગી કરવી જોઈએ.
* કુલ તળીયાના 10 થી 20 ટકા ભાગ સુધી જ બારીઓનું ક્ષેત્રફળ હોવું જોઈએ.
* ગરમ જગ્યાએ બારીનું ક્ષેત્રફળ 10 થી 15 ટકા જ હોવું જોઈએ.
* બારીઓ કેટલાયે પ્રકારની હોય છે જેવી રીતે કે પાઈવોટેડ બારીઓ, કેસમેટ બારીઓ વગેરે. બારીઓની પસંદ તે ક્ષેત્રના વાતાવરણ, તાપમાન, કાર્ય વગેરે પર નિર્ભર કરે છે.
* રૂમમાં પ્રકાશ અને હવા માટે બારીઓની સંખ્યા રૂમના આકારને અનુસાર હોવી જોઈએ.
* બારીઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ.
* બારીઓ બહારની તરફ બંધ થવી જોઈએ. તેનાથી વરસાદનું પાણી અંદરની તરફ નહિ આવે.
* બારીની બહારની બાજુ છત હોવી જોઈએ જેથી કરીને વરસાદનું પાણી અંદર ન આવે.