શિયાળામાં હોમ ડેકોર

0 0
Read Time:1 Minute, 55 Second

શિયાળાની ઠંડકમાં સૂર્યનો હૂંફાળો તડકો સરસ ગરમાવો બક્ષે છે. એટલે જો શિયાળાના હોમ ડેકોરમાં તમે એ પ્રમાણે ઘરનું ફર્નિચર ગોઠવશો અથવા તો ઘરમાં ઉષ્મા અનુભવાય તે પ્રમાણેની ગોઠવણ કરશો તો ઘરનો તો મેકઓવર થશે જ, સાથે સાથે શિયાળાની ઠંડીમાં હૂંફ પણ અનુભવાશે.

શહેરોમાં મોટા મોટા એપાર્ટમેન્ટમાં સૂર્યનો તડકો ક્યારેય સગવડતા પ્રમાણે નથી મળતો. એટલે બાલ્કની, ડ્રોઇંગરૂમ, ગેલેરી, રસોડું, બેડરૂમ જ્યાં પણ સૂર્યનો તાપ આવતો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.

જો લિવિંગરૂમની બારી કે બારણા દ્વારા સૂર્યનો તાપ આવતો હોય તો તેની દિવાલો તડકાથી ગરમ થતી હોય છે. લિવિંગરૂમમાં શિયાળા દરમિયાન ડાઇનિંગ એરિયા પણ બનાવી શકાય.

આ ઉપરાંત વદ્ધો માટે કે નાના બાળકો માટે તડકો આવતો હોય ત્યાં સોફા-કમ-બેડની વ્યવસ્થા રાખી શકાય જેથી જ્યારે તડકો આવતો હોય ત્યારે તેઓ ત્યાં બેસીને સૂર્યની ઉષ્મા મેળવી શકે છે.

શિયાળામાં સૂર્યના તડકાને પરાવર્તિત કરતા શેડ્સ તથા રંગોનો ઉપયોગ કુશન કવર, બેડશીટ્સમાં વધારે કરવો જોઈએ. જેથી સૂર્યની ગરમીનો પ્રભાવ વધશે.

ઉપરાંત શિયાળામાં ઉગ્ર રંગોનું લાઇટિંગ પણ ઘરની ઉષ્મા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. લાઇટિંગમાં પીળા, કેસરી જેવા ઉર્જા ભર્યા રંગો પણ ઠંડકની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.

વેધર શેડ અથવા તો પડદા એવા મટિરિયલના રાખવા જેનાથી સૂર્યનો તાપ વધારે અસરકારકતાથી ઘરમાં આવી શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %